મોરબીમાં કોળી ઠાકોર સમાજે યોજેલા રક્તદાન કેમ્પમાં રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાએ યુવાનોને આપ્યું પ્રોત્સાહન - મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું
મોરબી જિલ્લા કોળી સમાજે કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડિંગ ખાતે રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજ્ય પ્રધાને રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમની સાથે આ કેમ્પમાં કોળી સમાજ અગ્રણી સુરેશ સીરોહિયા, જગદીશ બાંભણિયા, ભરત પરમાર, ધનજી સંખેસરિયા, વિનોદ ખાખરિયા અને વિષ્ણુ મજેઠિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રક્તદાન કેમ્પને સફળ બનાવવા યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. તો રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાએ યુવાનોની આ કામગીરીને બિરદાવી હતી.