ગુરુપૂર્ણિમાએ જૂનાગઢ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનો સંદેશ, જુઓ વીડિયો - Ambaji Temple
જૂનાગઢ: ગુરુપૂર્ણિમાના પાવન પર્વને લઈને જૂનાગઢના અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુએ શિષ્યોને ગુરુપૂર્ણિમાનો સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુરુનો સંદેશ છે કે, સમભાવથી રહેવું, લોકોને મુશ્કેલી ઊભી ન થાય તેવું કરવું, એક બીજા પ્રત્યે ચાહના રાખવી, તેમજ દેશમાં આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સરકારને સહયોગ આપવો, કોરોનાની મહામારી જલ્દી નાબૂદ થાય તેવો તનસુખગીરી બાપુએ સંદેશ આપ્યો હતો.