અમદાવાદ પોલીસ અને NGO દ્વારા ભોજન કિટનું વિતરણ કરાયું - મ્યુનિસિપલ
અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. આ કારણે અનેક લોકોને ભૂખ્યા સુઈ જવું પડતું હતું. કેટલીક સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ તો કેટલીક જગ્યાએ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખોખરા વિસ્તારમાં પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સામાજિક સંસ્થા સાથે મળીને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. મ્યુનિસિપલ ક્વાર્ડર્સમાં રહેતા સફાઈ કામદારોને સેફ ડિસ્ટન્સ એટલે કે, બનાવેલા ગોળ કુંડાળામાં ઉભા રાખીને શરીરનું તાપમાન તપાસ્યું હતું તેમજ ફુડ કીટનું વિતરણ કરાયું હતુ.