ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલની એમ.બી.કોલેજના વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી પરીક્ષામાંથી બહાર - students

By

Published : Dec 31, 2019, 3:52 AM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ગોંડલની એમ.બી આર્ટસ કોલેજમાં 37 જેટલા વિદ્યાર્થીઓ માસકોપી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ તમામને આગામી 2 વર્ષ સુધી યુનિવર્સિટીમાં પરીક્ષામાં નહિ બેસવા દેવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. આજે યુનિવર્સિટીની પરીક્ષા શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા નવેમ્બર મહિનામાં લેવાયેલી પરીક્ષા દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી, ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે એમ.બી આર્ટસ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details