કોરોના ઈફેક્ટઃ નડીયાદમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું - કોરોનાથી રક્ષણ માટે માસ્કનું વિતરણ
ખેડાઃ કોરોના વાઇરસને લઈને સમગ્ર દુનિયા ચિંતાતુર બની છે, ત્યારે ભારત સહીત સમગ્ર ગુજરાતના તમામ સ્થળોએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગમચેતીના પગલાં રૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નડીયાદ ખાતે કોરોના વાઇરસના સંક્રમણથી બચાવ માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા જરૂરી સાવધાની રાખવાની જરૂર છે. જેને લઇ લોકોનું રક્ષણ થઇ શકે તે માટે મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા નડીયાદ શહેરમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.