મહેસાણામાં યુવકે પોતાના જન્મદિવસ પર બાર એસોસિયેશન સાથે માસ્ક વિતરણ કર્યું - જન્મદિવસ પર માસ્ક વિતરણ
મહેસાણા : હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, આવા સમયે મહેસાણાના એક યુવકના જન્મ દિવસે મહેસાણા બાર એસોસિએશનના સભ્યો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાર એસોસિએશનના સભ્યોએ બર્થડે બોય સાથે મળી જન્મદિવસની ઉજવણીને સેવા કાર્ય તરીકે કર્યું હતું.તેમણે લોકોને નિઃશુલ્ક માસ્ક વિતરણ કર્યા હતા.