ગુજરાત

gujarat

ETV Bharat / videos

જુનાગઢના માણાવદરથી મીતડી ગામ તરફનો રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં - રસ્તાની હાલત દયનીય

By

Published : Feb 27, 2020, 2:12 AM IST

જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં બનાવવામાં રસ્તાોનું આયુષ્ય લાંબુને બદલે ટૂંકુ થઇ રહયું છે. પ્રત્યેક રસ્તા બન્યા પછી એકાદ વર્ષ કરતા ઓછા સમયમાં ખાડા ખબડામાં ફેરવાઇ રહયાં છે. આ અંગે વારંવાર સરકાર તથા માર્ગ મકાન વિભાગને અહીના આગેવાનો જાણ કરી રહયાં હોવા છતા સરકારના પેટનું પાણી હલતું નથી. માણાવદરના મીતડી દરવાજાથી લઇને મીતડી ગામના પાદર સુધી જાય છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આવી પડયો છે. આ મુખ્ય રસ્તાની બંને બાજુએ હારબંધ અનેક જીનીંગ કારખાના આવ્યા હોવાથી માલની હેરાફેરી માટે અહીં રોજ અસંખ્ય ટ્રકો પસાર થઇ રહયા છે. આવા ઉબડ ખાબડ રસ્તા પર વાહન ચલાવતા વાહન પલટી જવાનો ભય ઊભો થયો છે. આ મુખ્ય રસ્તો મીતડી, કોઠારીયા,માંડોદરા,કોયલાણા,વગેરે ગામોમાં જવા આવા માટેનો લાગું પડતૉ રસ્તો છે. તેમાં ગાબડાં પડવાને કારણે વાહન સ્થિર ગતીએ ચાલી શકતું નથી બિમાર વ્યક્તિ ને શહેરના દવાખાને પહોચાડવા માટે પણ તેના જીવનું જોખમ ઊભું થયું છે. આ રસ્તાનો પુનરોદ્ધાર કરવા અહીંના લોકોએ સરકારમાં રજૂઆતો કરી છે.

ABOUT THE AUTHOR

...view details