મહીસાગરઃ જનતા કરફ્યૂના બીજા દિવસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે લોકોની ભીડ - mahisagar latest news
મહીસાગરઃ દેશમાં કોરોના વાઇરસની મહામારીના કારણે રવિવારે વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યૂની અપીલ કરાઇ હતી. જેને પગલે સમગ્ર દેશમાંથી જનતા કરફ્યૂને સમર્થન મળ્યું હતું. ત્યારે શહેરમાં પણ દિવસ દરમિયાન રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બસ વ્યવહાર પણ બંધ હતો. તેમજ સાંજના 5 વાગે લોકોએ શંખ થાળી અને તાળીઓ વગાડી જનતા કરફ્યુને સમર્થન આપ્યું હતું. પરંતુ આજના દિવસે રસ્તા પર લોકોની ભીડ જોવા મળી રહી છે. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા લોકોની ભીડ દેખાઈ રહી છે.