જુઓ સોમનાથ પરિસરમાં મહાદેવની ભવ્ય શોભાયાત્રા... - શ્રાવણ માસ
ગીર સોમનાથઃ શ્રાવણ માસ શિવજીને પ્રસન્ન કરવાનો માસ કહેવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. પ્રતિવર્ષની જેમ શ્રવણ માસના દરેક સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે બીજા સોમવારે મહાદેવના પ્રતીક સ્વરૂપ ચાંદીના શિવજીના શિવલિંગને પાલખીમાં બેસાડીને સોમનાથ ટ્રસ્ટ અને મહાદેવના ભક્તો દ્વારા સોમનાથ પરિસરમાં ઢોલ નગારા અને શરણાઈના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છએ. જેથી હરહર ભોલેના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.