વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન નરસિંહજીનો વરઘોડો કઢાયો - વડોદરાના તાજા સમાચાર
વડોદરા: શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વરઘોડાને સંવેદનશીલ વિસ્તારમાંથી કાઢવા માટે તમામ રૂટની જવાબદારી ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત 2 હજાર પોલીસ જવાન, 1 હજાર હોમગાર્ડ, 500થી વધુ SRP તેમજ DCB, PCB, SOG સહિત 3 હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતાં.