વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બપોરે 01ઃ00 વાગ્યાની સ્થિતિ
વલસાડઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની આજે ચૂંટણી છે. ત્યારે ચૂંટણીને લઇને વલસાડ જિલ્લામાં બપોરે 01ઃ 00 વાગ્યાની શું સ્થિતિ છે? આવો જાણીએ. આજે 81 નગરપાલિકાના 680 વોર્ડની કુલ 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. જેની મતગણતરી 2 માર્ચે હાથ ધરવામાં આવશે. આ વખતેની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષની સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહી છે. તમને જણાવી દઇએ કે, 81 નગરપાલિકાની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.