વલસાડના બગવાડા પાસે હેલ્થકેરના સામાનમાં લઈ જવાતો 10.75 લાખનો દારૂ ઝડપાયો - હેલ્થ કેર
વલસાડઃ કોરોના મહામારીને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે, તેવા સંજોગોમાં ખેપિયાઓ કોરોના મહામારીનો હાથો બનાવી દારૂની હેરાફેરી કરવાની યુક્તિ અજમાવતા વલસાડ LCBના હાથે ઝડપાઈ ગયા હતા. વલસાડ LCB ટીમના PSI જી.આઈ.રાઠોડ તથા સ્ટાફે બાતમીના આધારે બગવાડા ટોલ બુથ આગળ વોચ ગોઠવી હતી અને બાતમી વાળો ટેમ્પો નંબર GJ-15-AV-1869 આવતા અટકાવ્યો હતો. પોલીસે બોક્ષ ખોલી જોતા હેલ્થકેરના બોક્ષમાં દારૂ સંતાડી લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું, પોલીસે ટેમ્પોમાંથી 10,75,200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક દિલીપ પ્રભુરાયની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂ 17,81,700નો મુદ્દામાલ કબ્જે લીધો છે.