રાણાવાવની ભોરાસર સિમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ - લોકોમાં ભયનો માહોલ
પોરબંદરઃ જિલ્લાના રાણાવાવના ભોરાસર સિમ વિસ્તારમાં ગત રાત્રે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટિમ દોડી ગઈ હતી અને દીપડાને ઝડપી લેવા પાંજરુ મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.