અમરેલી જિલ્લામાં દીપડાનો કહેર, વૃદ્ધ પર હુમલો કરતા મોત - અમરેલી જિલ્લામાં દીપડાએ વર્તાવ્યો કાળો કેર
અમરેલીઃ જિલ્લામાં દીપડાઓ દ્વારા થઇ રહેલા હુમલાઓ હજુએ યથાવત છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના 75 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું. અમરેલી જિલ્લામાં હવે દીપડાની દહેશત ગામ લોકો માટે ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે. વૃદ્ધ તેમના ઘરની આસપાસ હતા ત્યારે દીપડાએ ઘાટ લગાવીને હુમલો કર્યો હતો. જેમાં વલ્લભ પટોળીયા નામના વૃદ્ધને ગળાના ભાગમાં ગંભીર ઈજાઓ થઇ હતી, જેને લઈને તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લાના અમરેલી ધારી અને બગસરા તાલુકાઓમાં દીપડાઓ દ્વારા 20 કરતા વધુ હુમલાઓ કર્યા હતા જેમાં 6 જેટલા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે દીપડાઓ દ્વારા કરવામાં આવતા હૂમલાની સંખ્યામાં અચાનક વધારો થઇ રહ્યો છે. જેને લઈને ગામ લોકોમાં પણ દીપડાની દહેશતને લઈને વ્હારે ભય જોવા મળી રહ્યો છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના વૃદ્ધ પર દીપડાએ કર્યો ઘાતકી હુમલો