LCBએ દારૂ ભરેલી કારને ફિલ્મી ઢબે ઝડપી - VALSAD
વલસાડ : સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની અનેક તરકીબો હોય છે, પરંતુ પોલીસ દ્વારા હાલ દારુનો કાયદો વધુ કડક કરવામાં આવતા હવે કેટલાક દારૂના ખેપિયાઓ કરનારાઓ દ્વારા દમણને છોડીને સેલવાસ તરફથી દારૂની હેરાફેરી શરૂ કરી છે. વોન્ટેડ બુટલેગરની કારનો એલસીબીની ટીમે ગઈકાલે ફિલ્મી ઢબે પીછો કરી નાનાપોંઢા નજીક આવેલા પાનસ ગામ નજીક કારને કવર કરી તપાસ હાથ ધરતા કારમાંથી 1, 30, 800નો દારૂ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસ કાર સહિત 5,31,300નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.