ગુજરાત

gujarat

ETV Bharat / videos

લાઠીના કોંગી ધારાસભ્ય વીરજી ઠુંમરનો થયો વિરોધ

By

Published : May 22, 2020, 8:39 PM IST

અમરેલી : લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુમર કોંગી કાર્યકરો સાથે ભીંગરાડ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામની મુલાકાત લેવા માટે ગયા હતા. ત્યારે ભિંગરાડના સ્થાનિક મજૂરો અને આગેવાનોએ વિરોધ કર્યો હતો. જેમાં કોંગી ધારાસભ્ય અને લોકો વચ્ચે રકઝક થઈ હતી. તે દરમિયાન મજૂરો સહિતના સ્થાનિક લોકોએ હુરિયો બોલાવ્યો હતો. હુરિયો બોલતાની સાથે ધારાસભ્યએ કાર સાથે ચાલતી પકડી હતી. આ કામમાં ખોટો જશ ખાટવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details