વડોદરાની MS યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન - એમ.એસ.યુનિવર્સીટી ફાર્મસી એલ્યુમિની એસોસિએશન
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરિંગ ખાતે નેશનલ સર્વિસ સ્કીમ અને એમ.એસ.યુનિવર્સીટી ફાર્મસી એલ્યુમિની એસોસિએશન દ્વારા 2 દિવસીય ગુજરાત રાજ્યના સૌથી મોટા સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ટ્રેનર ચોથો ડેન બ્લેક બેલ્ટ શર્મા,તેમની ટીમ અને પોલીસ વિભાગની નિર્ભયા ટીમે વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત તમામ લોકોને આત્મરક્ષણની અલગ-અલગ તાલીમ શીખવાડી હતી.