ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદના લાંભા વોર્ડમાં સુવિધાના અભાવે સ્થાનિકોનો હલ્લાબોલ, આંદોલનની ચીમકી - અમદાવાદ ન્યૂઝ

By

Published : Mar 4, 2020, 8:01 AM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા વોર્ડમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સમસ્યાની અવાર નવાર રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની લાંભા વોર્ડની ઝોનલ કચેરીએ ધરણા પ્રદર્શન કરી આવેદન આપવામાં આવ્યું હતું. સ્થાનિકોએ સમાધાન કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની રજૂઆત પણ કરી હતી. અમદાવાદના લાંભા ગામના સ્થાનિકોએ લાંભા વોર્ડની ઓફિસે હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રેલી યોજીને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. સ્થાનિકોનું કહેવું છે કે, રસ્તા સહિત પાણીની સુવિધા ન મળવાના કારણે કોર્પોરેશન વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધા નહીં મળે તો, ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details