ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાપર તાલુકાના સામખિયાળી ગામે થયું બોગસ મતદાન

By

Published : Feb 28, 2021, 7:13 PM IST

કચ્છઃ જિલ્લાના રાપર તાલુકાના સામખયારી ગામના એક મતદાન મથકે બોગસ મતદાન કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. 80 વર્ષના વૃદ્ધ મહિલા જ્યારે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ તેમનો મત કોઈ અન્યએ આપી દીધો હતો. મહિલા મતદાર જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે આ ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે પોતાનો કિંમતી મત ગુમાવતા વૃદ્ધ મહિલા રોષે ભરાયા હતા અને તંત્ર સામે લાલ આંખ કરી હતી. આ સમગ્ર બાબત પર ચૂંટણી અધિકારી અને પ્રિસાઇડિંગ ઓફિસરોએ મૌન સેવ્યું હતું. મતદાન મથકે કાર્યકર્તા કર્મચારીઓએ પૂરતી ચકાસણી ના કરતા બોગસ મતદાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details