ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ - Banaskantha news
ડીસા: સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શનિવારે વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસની સાથોસાથ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા સંદેશાઓ સાથે પતંગ ચગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ શાળાઓમાં અનોખી રીતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પતંગ ચગાવવાની સાથોસાથ મ્યુઝિક પર જુમ્યા હતા. આ પતંગોત્સવમાં વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાઈ અને પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની મોજ માણી હતી.