પેટા ચૂંટણીઃ લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણા નક્કી... - Kirit Singh Rana
સુરેન્દ્રનગરઃ લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા ફરી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી છે, જેથી રાજકીય માહોલ ગરમાયો છે. લીંબડી બેઠક પર ઉમેદવારની પસંદગીને ધ્યાને લઇ કોકડું ગૂંચવાયું હતું. જો કે, અંતે ભાજપ દ્વારા કિરીટસિંહ રાણાને ફરી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર કોળી સમાજ દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી હતી.