નમસ્તે ટ્રમ્પઃ મોટેરામાં કિંજલ દવેએ ધૂમ મચાવી, જુઓ વીડિયો - Donald Trump
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે છે, ત્યારે દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. જેમકે, લોક ગાયક કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ગીતા રબારી, પ્રખ્યાત સિંગર પાર્થિવ ગોહિલ અને કૈલાશ ખેર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના અવાજથી મોટેરા સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. લાખો લોકોએ તેનો લ્હાવો લીધો હતો. સમગ્ર મોટેરા સ્ટેડિયમ નમસ્તે ટ્રમ્પના નામથી ગુંજી ઉઠ્યું હતું.