કેશોદ સરકારી હોસ્પીટલની મહિલા નર્સનો મીડિયા કર્મીઓ પર હુમલો - કેશોદમાં નર્સ દ્વારા મીડિયા પર હુમલો
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. પહેલા મીડિયા કર્મી પર ચપ્પલ માર્યું હતું. મીડિયામાં મારા વિશે કાઈ પણ આવ્યું તો લાકડી વડે ટાંટીયા ભાંગી નાખવાની પણ ધમકી નર્સે આપી હતી અને મીડિયા કર્મીઓ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ એસ.એન.બાલાસરાએ મીડિયા કર્મીને મારનાર નર્સ વિરુદ્ધ મીડીયા કર્મીઓએ પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. જ્યારે હોસ્પિટલમાં અકસ્માતના બનાવમાં દર્દીને રીફર કરવામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર મોડો આવતા દર્દીના સંબંધીઓ અને નર્સ વચ્ચે બોલાચાલી થઈ હતી. એમ્બ્યુલન્સમાં દર્દીને જૂનાગઢ રીફર કરતા રસ્તામાં દર્દીનું મોત નિપજ્યું હતું.