પવિત્ર શ્રાવણ માસમાં મોડાસાના પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર - Holy Shravan Mass
અરવલ્લીઃ મોડાસાની માઝૂમ નદીના કિનારે આવેલ પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં સંધ્યાકાળે ભગવાન ભોલેનાથની આરતી કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા માટે ભકતોનો ઘોડાપૂર ઉમટે છે. આ મંદિર પશ્ચિમાભિમુખ છે. બાજુમાં જ સ્પર્શીને વહેતી ગંગા જેવી માજુમ નદી છે. તેમજ માણીકરનીકાના ઘાટ જેવું સ્મશાન છે. આવું વિરલ ત્રિવેણી સંગમ વારાણસીના કાશી વિશ્વનાથનું સ્મરણ કરાવે છે .