લુણાવાડામાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને કરાટેની તાલીમ અપાઇ - મહીસાગર ન્યૂઝ
મહીસાગર: જિલ્લામાં મહિલાઓને સુરક્ષા સેતુ અંતર્ગત એક હજાર જેટલી મહિલાઓને પોતાના સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવી છે. લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને ઈન્ચાર્જ કલેક્ટર નેહા કુમારીની હાજરીમાં મહિલા સ્વરક્ષણ નિદર્શન યોજવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પતજલી યોગ સમિતિ, મહીસાગર જિલ્લા પોલીસ અને ફાઉન્ડેશન અને સિતરામ પરિવાર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.