જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદથી ચાર ચોકમાં દુકાનની છત ધરાશાયી - ગુજરાતીસમાચર
જૂનાગઢ: છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે અનેક કાચા અને જર્જરીત મકાનો પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે મોડી રાત્રે કેશોદના ચારચોક ખાતે નગરપાલિકા બિલ્ડીંગમાં પાનની દુકાનની છત પડી હતી. આ અંગે દુકાનદારોએ કેશોદ નગરપાલિકાને આ જર્જરિત બિલ્ડીંગ અંગે અનેક વખત રજૂઆત કરી છે. સદનશીબે રાતના દુકાન બંધ હોવાથી કોઇ જાનહાની થઈ નથી.