જૂનાગઢના બુધેચા ગામે ખોદકામ દરમ્યાન બે અલભ્ય મુર્તીઓ મળી - પૌરાણીક મુર્તીઓ
જૂનાગઢ: જિલ્લાના બુધેચા ગામે નદીમાંથી દટાયેલી બે અલભ્ય પૌરાણીક મુર્તીઓ મળી આવી. ચારેક ફુટની ઊંચાઈ અને ત્રણેક ફુટ પહોળી મુર્તીઓ મળતા મામલતદાર પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોચ્યો હતો. બુધેચા ગામે એક ખેડુત દ્રારા નદી કીનારા પરનો રસ્તો ચોમાસાના કારણે રીપેર કરતા હતા, ત્યારે નદી કીનારા નજીક ધુળ ખોદતા બે મહાકાય પથ્થર જણાતા તેમણે વધુ તપાસ કરતા કોતરાયેલ મુગટ દેખાતા અન્ય ખેડુતની મદદથી આ બન્ને પથ્થરો નહી પણ પૌરાણીક સમયની અલભ્ય મુર્તી નીકળી હતી. જેમાં એક મુર્તી ભગવાન શીવ પાર્વતી નંદી પર સવાર સાથે ગણેશજીની છે. તો બીજી મુર્તી સિંહ પર સવાર માતા દુર્ગા કે વાઘેશ્વરી હોવાનું જણાયું હતુ. બનાવની જાણ ગામના સરપંચે મામલતદાર તેમજ પોલીસ વિભાગને કરતા માળીયાના મામલતદાર, ચોરવાડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. તો આ મુર્તીને નિહાળવા ઊચ્ચ અધીકારીઓ પુરાતત્વ વીભાગ પણ બુધેચા ગામે આવી રહ્યો છે. હાલ બન્ને મુર્તીઓને મંદિરમાં રાખવામાં આવી છે.