અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ - ભક્તોની ભીડ
અમદાવાદઃ વિશ્વભરમાં હરિ ભક્તો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. રાત્રે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. ભગવાન કૃષ્ણને ભક્તિભાવથી સજાવવામાં આવ્યા હતા. ફૂલ, હાર, જળ અભિષેક, પંચામૃત સહિતથી ભગવાનને નવડાવવામાં આવ્યા હતા. બાદમાં ઇસ્કોન મંદિરમાં ભાગવાની આરતી કરવામાં આવી હતી. હરે ક્રિષ્ના હરે રામાના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાનની આરતીની સાથે સાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો.