જામનગરની હોટલ કલ્પનામાં પનીરના શાકમાં નીકળી જીવાત, પરિવારે ફરિયાદ નોંધાવી - jamnagar updates
જામનગરઃ કલ્પના હોટલમાં પનીરના શાકમાં જીવાત નિકળતા ભારે ચર્ચા થઈ હતી. જામનગરમાં ત્રણબતી ચોકમાં આવેલી હોટલ કલ્પનામાં જમવા માટે ગયેલા પરિવારના સભ્યોને શાકમાં જીવાત નીકળતા તેઓએ જીવાતના ફોટો અને વીડિયો પણ બનાવી લીધા હતા. હોટલની સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર ઘટના વિશે મનપાની ફુડ શાખાને જાણ કરવામાં આવી છે અને હોટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાઇ છે.