જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ DDOને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી - આરોગ્ય વિભાગના કર્મચારી
જામનગર: આરોગ્ય વિભાગના કર્મચારીઓએ DDOને આવેદનપત્ર પાઠવી લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે-સાથે તેમણે પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના 13 પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં સામૂહિક સિરીયલ મૂકી જિલ્લા કક્ષાએ રેલી તેમજ એક દિવસના ધરણા પણ યોજવામાં આવશે. મહત્વનું છે કે, જોબ ચાર્ટને લગતા તેમજ અન્ય તમામ કામગીરી કરવી પરંતું તે અંગેની માહિતીના રિપોર્ટ મોકલવામાં આવશે નહીં. તેવી પણ આરોગ્ય કર્મચારીઓ જાહેરાત કરી છે. રાજ્યમાં ફરી ઉગ્ર આંદોલનોની શરૂઆત થશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.