ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં ચા અને પાનમસાલાની દુકાનો બંધ રહેશે, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

By

Published : Jul 18, 2020, 3:03 PM IST

જામનગરઃ જિલ્લામાં સતત કોરોનાના વધતા કેસને લઈ આખરે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને લોકલ સંક્રમણ શરૂ થતાં રોજ કોરોના પોઝિટિવના કેસ વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી જામનગર જિલ્લામાં સરેરાશ 10થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં ચા અને પાન-મસાલાની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જામનગરના જિલ્લા કલેક્ટર એસ રવીશંકર દ્વારા તારીખ 18થી 26 જુલાઇ સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચા અને પાનની દુકાનો બંધ રાખવા માટે જણાવાયું છે. જામનગર શહેર અને ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પણ આ જાહેરનામાની અમલવારી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details