બાલાસિનોરના સ્વામિનારાયણ મંદિરમાં જલઝીલણી એકાદશીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ - gujarati news
મહીસાગરઃ સોમવારે જલઝીલણી એકાદશી નિમિતે બાલાસિનોર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ભગવાન પડખું બદલી પરિવર્તન કરતા હોવાથી આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. જેમાં બાલાસિનોરના કાછિયા સમાજના ભાઈ-બહેનોએ ભગવાનને નૌકામાં બેસાડી મંદિર પરિસરમાં બનાવેલ પાણીના તળાવમાં જલવિહાર કરાવ્યા હતા. ત્યાર બાદ સૌ કોઈ હરિભક્તોએ તેમજ બાળકોએ પાણીમાં પ્રસાદી રૂપે જળક્રિયા કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.