ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર વધુ 8 દિવસ સુધી બંધ રહેશે - રાજકોટ અપડેટ્સ

By

Published : Oct 4, 2020, 3:16 PM IST

રાજકોટઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર વધુ આઠ દિવસ સુધી બંધ રહેશે. 30 ઓગસ્ટ થી 1 ઓકટોબર સુધી પૂજય જલારામબાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોના મહામારીને લઈને પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે વધુ એક અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાધામ વિરપુરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે વધુ આઠ દિવસ પૂજ્ય જલારામ બાપાના મંદિર બંધ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પૂજ્ય જલારામબાપાના ભક્તો મંદિરના બંધ દરવાજાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details