લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેરરીતિ અંગે કોંગ્રેસ ઉમેદવાર ચેતન ખાચરના આક્ષેપ - Bypolls to 8 Assembly seats
સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેરરીતિ અંગે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચુડા તાલુકાના ભેસજાળ, ગેડી, જાખણ સહીતના મતદાન મથકો પર બોગસ વોટિંગ અંગે ભાજપ સામે આક્ષેપો કર્યા છે. લીંબડી સેવા સદન ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ફરિયાદ કરવા પહોંચ્યા હતા.