કમલેશ તિવારી હત્યાકાંડઃ આરોપી રશીદ પઠાણની માતા સાથે ETV BHARATની ખાસ વાતચીત - આરોપી રશીદ પઠાણની માતા સાથે ETV BHARATની ખાસ વાતચીત
સુરતઃ ઉત્તર પ્રદેશના લખનૌમાં રહેનાર હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્વારે હત્યા કરવામાં આવી હતી. આ આરોપીઓ સુરતમાં હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં રહેનાર આ ત્રણેય આરોપીઓએ કમલેશ પર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ઘટનાની તપાસ હાલમાં ગુજરાત અને ઉતરપ્રદેશ પોલીસ કરી રહી છે. જેને લઇને આજે આરોપીઓની ગુજરાત ATSએ 24 કલાકની અંદર જ ધરપકડ કરી લીધી હતી. હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન, રશિદ અને મોહસિન આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને આરોપીઓની સુરતમાં રહેતી તેની માતા સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી છે.