સુરત-અમદાવાદથી લોકો અમરેલી પરત ફર્યા, ચાવંડ ચેકપોસ્ટ પર સઘન ચેકીગ - ચાવંડ ચેકપોસ્ટ
અમરેલી : ઘણા સમય રાહ જોયા બાદ અંતે સુરત અને અમદાવાદથી લોકોની અમરેલી જિલ્લામાં એન્ટ્રી શરૂ થઈ ગઈ છે.ગુરુવાર સવારથી જ અમરેલી જિલ્લાની ચાવંડ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરી ત્યારબાદ જ અમરેલી જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પ્રવેશતી તમામ બસની તાલુકા મથક સુધીમાં ત્રણવાર ચકાસણી કરવામાં આવશે. જિલ્લા સિવાયના કોઈ પણ વાહનો કે બસને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તમામ વાહનોને કોટડાપીઠા ચેકપોસ્ટથી બહાર મોકલવામાં આવી રહ્યા છે. શંકાસ્પદો અને બીમાર લોકોને સરકારી કવોરેન્ટાઈમાં રખાશે તથા બાકીનાઓને હોમ કવોરોન્ટાઈ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.