જામનગરથી UPના 1200 લોકોને બસ મારફતે રેલવે સ્ટેશન પહોંચાડવા માટેની કવાયત શરૂ - JAMNAGAR NEWS
જામનગર : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ બુધવારે કામ ધંધા અર્થે આવેલા ઉત્તર પ્રદેશના પરપ્રાંતીઓને પોતાના વતન પરત મોકલવા માટેની કવાયત શરૂ કરી હતી. હાલમાં આ તમામ પરપ્રાંતીયોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. બાદમાં તમામને રેલવે સ્ટેશન ખાતે બસ મારફતે લઇ જવામાં આવશે. ઉલ્લેખનિય છે 1200 જેટલા પરપ્રાંતીયોને ટ્રેન દ્વારા રાત્રે 9 કલાકે પોતાના માદરે વતન ખાતે મોકલાશે.