રાજકોટમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો... - ગુજરાતીસમાચાર
રાજકોટઃ શહેરના દૂધ ડેરી વિસ્તારમાં ગઇકાલે બુધવારે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. જે ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના જોવા મળી રહી છે. આ ઝઘડા દરમિયાન જાહેરમાં જ ફાયરિંગ કરતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.આ ફાયરિંગ મોસીન કુરેશી નામના યુવક પર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. સમગ્ર મામલે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 23, 2020, 3:40 PM IST