રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં દર્દીને માર મારવાના વીડિયો અંગે કોંગ્રેસે ગુન્હો નોંધવા કરી માગ - Video of Rajkot beating a Korona patient went viral
રાજકોટ: શહેરમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને લઇને હોસ્પિટલ પ્રશાસનમાં દોડધામ મચી છે. જોકે આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પંકજ બુચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી, કે આ વીડિયોમાં દેખાઈ રહેલો કોરોના પોઝિટિવ દર્દી માનસિક રોગી છે. આ દર્દી કોવિડ સેન્ટરમાં સારવાર દરમિયાન વારંવાર પોતાના કપડા કાઢી નાખતો હતો. તેમજ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને પણ હેરાન કરતો હતો. જેને લઇને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને યોગ્ય સારવાર મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે રાજકોટ શહેર કોંગ્રેસે વીડિયો વાયરલ થતાં જ જવાબદારો સામે ગુનો નોંધવાની તેમજ ફરજ મુક્ત કરવાની જિલ્લા કલેકટર સામે માગ કરી છે.