ગુજરાત

gujarat

ઝઘડિયાના વાકોલી ગામે સસરાએ પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યું

By

Published : Jul 20, 2020, 6:35 PM IST

ભરૂચઃ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના વાંકોલીગામે રહેતી મહિલા પર તેના સસરાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી હતી. વાંકોલી ગામે રહેતી મહિલાના પતિનું આઠ વર્ષ પહેલાં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. જેથી મહિલા તેના સાસુ સસરાથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલા સમયથી તેના સસરા અવારનવાર પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારતો હતો. 10 દિવસ પહેલા મહિલા તેના ઘરે હતી તે દરમિયાન તેના સસરા બચુ વસાવાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી મહિલાએ તેના સસરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details