સુરતમાં પરિણીત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ - સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
સુરતઃ શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતી સગીરાને જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે સગીરાના પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચોકબજાર પોલીસે આરોપી જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.