પોરબંદરમાં ઢોરની સમસ્યા યથાવત કલેકટરનું જાહેરનામું માત્ર કાગળ પર - જિલ્લા મેજિસ્ટ્રેટ
પોરબંદર: શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક અકસ્માત થયા છે અને અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોમાં રખડતા ઢોરના કારણે રોષ ભભૂકી રહ્યો છે. 15 ઓક્ટોબરના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઢોરને પકડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જિલ્લાની તમામ વિસ્તારમાં માલિકીના ઢોર છુટા મુકવા પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ વહીવટી અધિકારીઓ જાણે કોઈ નક્કર કાર્યવાહી કરવા ન માંગતા હોય તેમ આ જાહેરનામું માત્ર કાગળ પર બહાર પડ્યું હોય તેવું વર્તાઇ રહ્યું છે.