ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં અધિકમાસ નિમિત્તે મહિલાઓએ સાથીયા પૂજન કર્યું - ભગવાન પુરૂષોત્તમની સ્તુતિ

By

Published : Oct 12, 2020, 9:24 AM IST

પાટણ :અધિકમાસ એટલે અધિક ભક્તિ અને આનંદ ઉલ્લાસનો મહિનો અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન પુરૂષોત્તમની પૂજા, અર્ચના અને કથા,કિર્તન શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના સાલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચ માતાની પોળમાં અધિક માસની શરૂઆતથી જ મહિલાઓ ભજન કિર્તન સાથે કાંઠા ગોરમાં સહિત ભગવાન પુરુષોત્તમની આરાધના કરી રહી છે. અધિક માસમાં ખાસ કરીને સાથીયા પૂજન વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે રવિવારે મહિલાઓએ સામૂહિક રીતે સાથીયા પૂજન કરી ભગવાન પુરુષોત્તમની આરાધના કરી હતી.સાથીયા પૂજન કર્યા બાદ મહિલાઓએ સામૂહિક રીતે ભગવાન પુરુષોત્તમની આરતી ઉતારી હતી. મહિલાઓ ગોળ કુંડાળે વળી પ્રાચીન ગીતોનું ગાન કરી ભગવાન પુરૂષોત્તમની સ્તુતિ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details