પંચમહાલમાં 19,238 પરીક્ષાર્થીઓએ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપી - બિન સચિવાલય ક્લાર્ક
પંચમહાલ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા આયોજીત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આજે ગોધરા તેમજ હાલોલ સહિત જિલ્લાના 46 કેન્દ્રમાં લેવામાં આવી હતી. જેમાં, 19,238 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાને લઇ તંત્ર સજ્જ હતું. ઉપરાંત પોલીસની હાજરીમાં પરીક્ષા પૂર્ણ કરવામાં આવી હતી.