ખેડામાં દેશી રિવોલ્વર સાથે પોલીસે કન્ટેઈનર ચાલકની કરી ધરપકડ - ઈન્દોરની ટ્રાન્સપોર્ટની અશોક લેલન કન્ટેનર
ખેડા: જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મહારાજના મુવાડા સેવાલિયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ કામગીરી દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે મધ્યપ્રદેશ-ગોધરા તરફથી આવેલ જૈન કેરિયર ઈન્દોરની ટ્રાન્સપોર્ટની અશોક લેલન કન્ટેનરને રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સીટની પાછળથી વગર લાયસન્સની ભારતીય દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા ડ્રાઇવર લોકેન્દ્ર નર્મદા પ્રસાદને ઝડપી પાડ્યો હતો. પોલીસને તેની પાસેથી મોબાઇલ ફોન તેમજ 1700 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.જે સાથે કન્ટેઈનર સહિતનો તમામ મુદ્દામાલ મળી કુલ રૂ.10,07,700 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.