કેશોદમાં મહિલાઓએ કન્ટેનમેન્ટ ઝોન હટાવવા બાબતે હલ્લાબોલ કર્યો - junagadh
જૂનાગઢઃ રાજ્યમાં કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે શહેરોને વિસ્તારોને ઝોન મુજબ વહેંચવામાં આવ્યા છે. કેશોદમાં મહિલાઓએ કન્ટેનમેન્ટ ઝોન હટાવવા બાબતે હલ્લાબોલ કર્યો હતો. કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હાેવા છતાં કન્ટેનમેન્ટ ઝોન ખુલ્લો ન કરાતા કેશોદની વાેર્ડ નં-1ની મહિલાઓએ પાલીકા પ્રમુખ યોગેશ સાવલીયા હાય હાયના નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.