જામનગરમાં NSUIએ JEE અને NEETની પરીક્ષા રદ કરવા ધરણાં કર્યાં - જામનગર કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
જામનગર: કોરોના મહામારીના આ કપરા સમયમાં સમગ્ર દેશમાં JEE અને NEETની પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગરમાં NSUIએ વિરોધ કર્યો છે. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે ઘરણાં કર્યાં હતાં. આ ઉપરાંત કોંગ્રેસે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી દૂર રાખવા માટે પરીક્ષા રદ કરવાની માગ પણ કરી છે.