અંબાજી નજીક ચીખલા ગામે ત્રણ વ્યક્તિઓ કુવામાં પડતા ગ્રામજનોએ બચાવ્યા - જુઓ વીડિયો..
બનાસકાંઠા: અંબાજી નજીક ચીખલા ગામે એક કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, ચીખલા ગામે રહેતા ભરથરી સમાજના લોકોમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરવા કૂવામાં છલાંગ લગાવી હતી. તેને બચાવવા માટે તેના બે સાળા પણ કૂવામાં પડ્યા હતા પણ તેમને પાણીમાં તરતાં ન આવડતા ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ એકત્રિત થઇ તમામને કૂવામાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટના પારિવારિક વિવાદના કારણે બની હોવાનું જાણવા મળ્યું હતું.