ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ચાઇનાના મોબાઈલ અને TV તોડી વિરોધ નોંધાવ્યો - આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચીનનો વિરોધ
ભરૂચ: ભારત-ચીન સરહદ પર તણાવને લઇને સમગ્ર દેશમાં રોષ વ્યાપી ગયો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચના પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ ચાઈનાના મોબાઈલ અને TV તોડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત સરકાર દ્વારા ચાઇનાની વસ્તુ આયાત કરવાની બંધ અને ચાઇનના કોન્ટ્રાક્ટ બંધ કરવા અંગે જણાવ્યું હતું. આ સાથે પરિષદના આગેવાને 20 ભારતીય સૈનિકો સામે ચાઇનાના 200 સૈનિકોને મોતને ઘાટ ઉતારવાની માગ કરી હતી.