ભરૂચમાં SRPના 2 જવાનોએ કોરોના સામે જંગ જીતી, હોસ્પિટલમાંથી અપાઈ રજા - જયાબહેન મોદી હોસ્પિટલ
ભરૂચઃ શહેરના વાલિયા રૂપ નગર SRP કેમ્પમાં રહેતા અને અમદાવાદ ખાતે લોકડાઉન દરમિયાન ફરજ બજાવવા ગયેલા SRPના 2 જવાન 25 વર્ષીય સાગર પ્રજાપતિ અને 27 વર્ષીય નાનજી ચૌધરીનો 31 મેના રોજ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સારવાર લીધા બાદ બન્નેએ કોરોના સામે જંગ જીતી છે અને તેઓ સાજા થઇ જતા બુધવારના રોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે બંને જવાનને રવાના કર્યા હતા.